Book Title: Nijanandno Nishkarsh
Author(s): Muktidarshanvijay
Publisher: Muktidarshanvijay

View full book text
Previous | Next

Page 149
________________ • વિકલ્પનો નાશ કરવા માટે ધર્મ છે. ભાવધર્મ, દ્રવ્યધર્મથી ચઢિયાતો છે. છ • . જીવનવ્યવહારમાં થતી પ્રવૃત્તિમાં ગુણની છાયા હોવી જોઈએ અને નિવૃત્તિમાં પોતામાં ઠરવાપણું જોઈએ. મળવું એ પુણ્યોદય છે જ્યારે બનવું એ પુરુષાર્થ છે. અભિવ પાસે ગુણ છે પણ ગુણદૃષ્ટિ નથી. ગુણદૃષ્ટિ હોય ત્યાં ગુણસ્થાનક હોય, મોક્ષમાર્ગ હોય. • અ) દોષદૃષ્ટિ હોય ત્યાં ગુણ હોય તો પણ તે ગુણાભાસ છે. ગુણદૃષ્ટિ હોય ત્યાં દોષ હોવા છતાં હાનિકર્તા નથી. બ) દોષ એ કાંટો છે. દોષદષ્ટિ એ બાવળિયાનું ઝાડ છે. * જ્યાં સુધી નિમિત્ત તરફ દૃષ્ટિ રહેશે ત્યાં સુધી ઉપાદાન તૈયાર નહિ થાય. - • જ્ઞાન જ્ઞાનમાં ઠરે તે જ્ઞાનનો સાર જ્ઞાનસાર છે અને એ જ જ્ઞાનાનંદ છે. ઈ બીજાના ચિત્તને પ્રસન્ન રાખવું એ વ્યવહાર ધર્મનું ફળ છે. વિકલ્પમાં નહિ અટવાતા સદા આત્મભાવમાં રહેવું એ નિશ્ચયધર્મનું ફળ છે. નિજાનંદનો નિષ્કર્ષ ૧૪૨

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172