________________
.
•
સંસારમાં વસ્તુ નથી નડતી પણ પોતાના ભાવ નડે છે. ભગવાન કહે છે કે હે જીવ ! જો તારા દ્રવ્ય પ્રમાણે તારો ભાવ નથી તો તેં ધર્મ કર્યો જ નથી અને છતાં, મેં ધર્મ કર્યો છે !'' એમ માનવું એ પ્રપંચ કર્યો કહેવાય. એ આત્મવંચના છે.
શ્રીમંતાઈ હોય અને દાન આપવાના ભાવ જ ન જાગે, સાધુ હોય અને સાધુતાના ભાવ જ ન જાગે, ક્ષત્રિય હોય અને બીજાની રક્ષા કરવાના ભાવ જ ન જાગે, બ્રાહ્મણ હોય અને જ્ઞાનનું દાન કરવાના ભાવ જ ન જાગે, સશક્ત હોય અને માંદાની સેવા કરવાના ભાવ જ ન જાગે, સુખી સંપન્ન ગ્રહસ્થ હોય અને બાકીના ત્રણેય આશ્રમોની કાળજી ન રાખે, સ્ત્રી હોય અને શીલરક્ષાના ભાવ ન જાગે તો તેણે પોતાનો ધર્મ બજાવ્યો નથી એમ કહેવાય. ભાવક્રિયા, એ જીવની એટલે કે મિશ્રચેતન અથવા નિશ્ચેતન ચેતનની હોય છે પણ તે તેને માટે કર્તવ્ય છે. ઉપરોક્ત ભાવ વિનાની કરાયેલી ક્રિયા એ મરેલી ક્રિયા છે જે ભાવશૂન્ય અભાવક્રિયા છે.
ઘરમાં કે બહાર ક્યાંય અથડામણ-કલેશ ન થાય, એવી રીતે વ્યવહાર કરે તે બુદ્ધિશાળી.
નિજાનંદનો નિષ્કર્ષ ૧૪૪