________________
.
બ) જગત મને બાંધતું નથી. મોહવશ થઈ હું પોતે
એનાથી બંધાઉં છું.
નિરુપાયતાનો ઉપાય કાળ છે-દુઃખનું ઔષધ દહાડા.
• ધનવાન પુણ્યથી થવાય પણ ધર્માત્મા તો પુરુષાર્થથી જ
.
•
.
થવાય.
જ્યાં ભેદ નથી ત્યાં ખેદ નથી.
સંયોગો ફેરવવા આપણા હાથની વાત નથી.
વિચારો ફેરવવા આપણા હાથની વાત છે.
ભીતરમાં સાવધાન થઈ બહાર ઉદાસીન રહો !
કર્મથી કર્મનો નાશ એટલે તીર્થંકર નામકર્મ, આહારક નામકર્મ અને સમ્યક્ત્વ મોહનીયકર્મથી શેષ કર્મપ્રકૃતિનો નાશ કરવાની કર્મ પ્રક્રિયા.
• તારામાં સુખ ભલે ઉભરાય પરંતુ તું સુખમાં ન ઉભરાતો, કારણકે આ તો બિંદુ પ્રમાણ સુખ છે. હજુ સાગરપ્રમાણ કેવળજ્ઞાનના આનંદવેદનને પામવાનું બાકી છે.
નિજાનંદનો નિષ્કર્ષ ૧૩૨