________________
• સાધનામાં કાયા પ્રત્યે કઠોરતા છે, ઉપાસનામાં મનનું તર્પણ છે.
• અહો ! અહોની ચર્યા જ્યાં છે તે આશ્ચર્ય છે.
•
એક પરમાત્મા જ શરણ્ય છે અને પરમાત્મા આગળ હું કાંઈ નથી. આ ઉપાસનાનો અર્ક છે.
• સાધનામાં કાયાની કઠોરતા છે અને
ઉપાસનામાં મનની મૃદુતા છે.
ઉપાસનાયોગની ગરિમા પરમાત્માના વિરહની અસહ્યતામાં છે.
•વિનાશીના વિશ્વાસે રહેવાય નહિ અને અવિનાશીના શરણ વિના જીવાય નહિ.
નિજાનંદનો નિષ્કર્ષ ૧૩૬