________________
ભક્તિ-ઉપાસના કરો.
• પ્રભુ ‘સાચા’ અને ‘સારા' લાગે ત્યારથી નહીં, પ્રભુ ‘મારા' લાગે ત્યારથી જ ધર્મની શરૂઆત.
• પાણીની સ્વાભાવિક ગતિ જો ઢાળ તરફ છે, તો પ્રેમની સ્વાભાવિક ગતિ પ્રભુ તરફ છે.
• જેના હૈયામાં પ્રભુ વસે છે, એના પર પ્રભુની કરુણા મન મૂકીને વરસે છે.
.
d
પ્રભુને યાદ રાખો, વિષાદને બાદ કરો, પ્રસન્નતાને સાદ કરો !
અ) ભક્તિયોગમાં ભક્ત પોતાને ભગવાનનો દાસ સમજે એ સ્થિતિ દાસોડહમ્ની છે.
બ) સાધનાકાળમાં સાધક પોતાને પરમાત્મા અનુભવે તે સોડહમ્ની સ્થિતિ છે.
ક) આત્મા પોતે પોતાને પોતાવડે પોતામાં પૂર્ણ રૂપે અનુભવે તે અર્હની સ્થિતિ છે.
• દાસોડહમ્ વિના સોડહમ્ અને સોડહમ્ વિના અહં ન
બનાય.
૧૩૫ ઉપાસના-ભક્તિ