________________
અંતર્મુખવૃત્તિ અને અસંગપણું સાધુતાના પ્રાણ છે. ક્રિયાકાંડ અને બાહ્યાચાર એ ચારિત્રનું બહારનું ખોખું છે. ગુપ્તિ અને આંતરજાગૃતિ એના પ્રાણ છે.
ગુપ્તિ માંગે છે આત્મસાધના કેન્દ્રિત જીવન અને સમિતિ માંગે છે પ્રાણી માત્ર પ્રત્યે વાત્સલ્યથી ધબકતું હૈયું. જીવ માત્ર પ્રત્યેના જીવત્વનો આદર.
• એકલા ઉપાદાનથી કાર્યસિદ્ધિ નથી તેમ કેવળ એકલા નિમિત્તથી પણ કાર્યસિદ્ધિ નથી. એ તો ઉપાદાન અને નિમિત્ત પોતપોતાની કક્ષામાં સમાનભાવે જ્યારે ભેગા થાય ત્યારે જ કોઈપણ કાર્યની સિદ્ધિ થાય છે.
• દ્રવ્ય વિના ભાવ ન હોય અને વ્યવહાર વિના નિશ્ચય ન હોય. જેના ફળમાં વહેલું કે મોડું ભાવચારિત્ર હોય તો જ તે દ્રવ્યચારિત્ર સાચું. જે વ્યવહારની પાછળ નિશ્ચયની પ્રાપ્તિ નથી તે શુદ્ધ વ્યવહાર નથી પણ અશુદ્ધ વ્યવહાર છે. જેના ફળમાં નિશ્ચયની પ્રાપ્તિ
હોય તે જ શુદ્ધ વ્યવહાર છે.
સાચો એકડો થાય તો જ ખોટો એકડો ઘૂંટવાની મહેનત લેખે લાગે.
૧૩૯ નિશ્ચય વ્યવહાર