________________
છ
.
પ્રતિકૂળતા થવામાં અઘાતિ કર્મનું નિમિત્ત છે.
સમજીને ઠરવાનું કામ છે. સમજ્યા વગર ઠરશે શેમાં? વિચારમાં ફેર પડી જાય તો આચારમાં ફેર પડી જાય છે.
મોક્ષ એ આંતરિક ભાવતત્ત્વ છે માટે એની પ્રાપ્તિનો માર્ગ પણ આંતરિક ભાવ જ હોય.
• કષાયની મંદતા એ મોક્ષમાર્ગ નથી પણ કષાયનું ઘટવાપણું એ મોક્ષમાર્ગ છે.
•
.
.
પ્રતિકૂળ સંયોગોમાં પણ દૃઢ સંકલ્પ કરી ટકી રહેવું તે આગ્રહ નથી પણ ટેક છે.
ગીતાર્થનો મોક્ષ છે. ગીતાર્થની નિશ્રામાં રહેનારનો પણ મોક્ષ છે. પરંતુ સ્વછંદીનો મોક્ષ નથી.
બુદ્ધિની ટચુકડી ફૂટપટ્ટીથી કેવળજ્ઞાનનો મહાસાગર માપ્યો મપાય એમ નથી અને બુદ્ધિની ટચુકડી ચમચીથી કેવળજ્ઞાનનો મહાસાગર ઉલેચ્યો ઉલેચાય એમ નથી.
• પુણ્યના માલિક નહિ પણ ટ્રસ્ટી બનવાનું છે. વિશ્વાસ મૂકીને પ્રકૃતિએ પુણ્યશાળી બનાવવા દ્વારા વિશ્વસ્થ બનાવ્યા છે તેને વફાદાર રહેવાનું છે.
૧૨૭ સાધના