________________
.
હું જાણનારો છું માટે જાણનારો જણાય છે. પર જણાતું નથી પણ જાણનારાના જણાવામાં પર જણાઈ જાય છે.
જાણનારો જણાય છે અને થવા યોગ્ય થયા કરે છે.
અ) છાસમાં માખણ ગુણકારી પણ માખણમાં છાસ હાનીકારી.
બ) સંસારમાં ધર્મ લાભકારી પણ ધર્મમાં સંસાર નુકસાનકારી.
ભગવાનની પ્રત્યેક આજ્ઞા મોહ હનન્ અર્થાત્ આત્મદુઃખ ટાળી આત્મસુખ પામવા માટે છે.
કરતાં કરતાં આવશે કે થશે એમ નથી, પણ કરતાં કરતાં ઠરવાપણું આવશે તો કરવાપણું, કૃતકૃત્યતા અર્થાત્ હોવાપણામાં ફળશે.
♦ 0VERLOOK THE EVENT BUT DON'T B00K IT & GET
H00KED T0 IT ! પ્રસંગને નીરખો નિહાળો, પણ એની નોંધ લઈને બંધાઓ નહિ !
• આપણે વ્યુ પોઈન્ટ વિચારીએ છીએ તેથી જુદા પડીએ છીએ પણ પોઈન્ટ ઓફ વ્યુ વિચારીને ન્યાય નથી આપી શકતા. મતથી મતભેદ છે. જ્યારે મતના મૂળ દૃષ્ટિકોણની વિચારણામાં મત ઐક્ય છે.
૧૨૯ સાધના