________________
• સંસારના સંબંધમાં વિવેકી બનીને જે જીવ જીવે તે દુર્ગતિમાં નહિ જાય. એવાં જન સજ્જન છે.
• યોગભ્રષ્ટ આત્મા મરીને યોગીકુળમાં જન્મે છે. યોગભ્રષ્ટ થઇ મરશો કે પછી
ભોગભ્રષ્ટ થઇ મરશો ?
• પર્યાયમાં ૧૮ પાપસ્થાનકની પરિણતિરૂપ સંકલેશનું અનુભવન એ જ સંસાર છે.
•
ઉદ્+આસન
=
ઉદાસીન. ઉર્દુ એટલે કે ઉપર અને આસન એટલે બેસવું. ઉપર બેસવું તે ઉદાસીનતા. જગત સ્વભાવથી ઉપર ઉઠીને બેસવું – બાહ્ય નિમિત્તો- સંયોગોની અસર આત્મા ઉપર ન થવા દેવી તે ઉદાસીન ભાવ. આગળ જતાં અસર જણાય જ નહિ તે ઉન્મનીભાવ.
મિથ્યાત્વ કે કષાયની મંદતા નિરનુબંધ નહિ પણ જો સાનુબંધ થાય તો વિકાસ સધાય.
♦ સતી સ્ત્રી કોઇને કદી કુલટા કહે ખરી? અને જો ફુલટા કહે તો તે સતી હોઈ શકે ખરી? આની ઉપર બુદ્ધિમંતે ગંભીરતાથી વિચારવા જેવું છે. બોલવું હોય ત્યારે
નિજાનંદનો નિષ્કર્ષ ૬૨