________________
ર
• સ્વદ્રવ્ય ગુણ પર્યાયનું અભેદ પરિણમન એ જ મોક્ષ. • ભૂખ તૃષાદિ એ શરીરની ધાતુની વિષમતા છે.
જ્ઞાયકની સાથે ક્રિયા તો હોઈ શકે છે પણ કર્તાભાવ નથી રહી શકતો.
• સ્વાર્થ ગર્ભિત પ્રવૃત્તિ જ્યાં નથી ત્યાં સાત્વિકતા છે.
• અન્યના હિતાહિત લાભાલાભની વિચારણા એ જ સાત્વિકતા છે.
• વિવેક અર્થાત્ પ્રજ્ઞાની હાજરીથી અહંનું આત્મામાં વિલીનીકરણ થાય છે.
• જોડાઈ ન જા ! જુદો રહે અને જોનારાને જો ! જાણનારાને જાણ !
• દોષથી સંસાર છે, ગુણથી મોક્ષમાર્ગ છે પણ સ્વરૂપલીનતા એ મોક્ષ છે.
વ્યક્તિ વ્યક્તિત્વથી મહાન બને તો મોક્ષે જાય.
વ્યક્તિ વ્યક્તિથી મહાન બનવા જાય તો સંસારમાં ભટકે.
આત્માએ પોતે પોતાને સ્વરૂપાનુશાસન આપી પોતામાં ઠરવાનું છે.
નિજાનંદનો નિષ્કર્ષ ૧૧૦