________________
•
જા અને સ્વથી જોડાતો જા ! પરાવલંબી મટી સ્વાવલંબી થા !
જૈનકૂળમાં મળેલ જન્મ કે જે સદ્ગતિ છે, તેને પરમગતિનું કારણ બનાવવાનું છે, નહિ કે દેવગતિનું!
• અલંકારને ભાંગ્યાં અને ગાળ્યાં વિના શુદ્ધ સોનું નહિ મળે. નામ રૂપને છોડ્યા વિના અનામી અરૂપી પરમાત્મત્વ-પરમગતિ ન મળે.
• ધર્માત્માને યોગ પકડવા ફાવે છે પણ યોગશુદ્ધિથી ચડિયાતી, ઉપયોગથી ઉપયોગને પકડીને ઉપયોગશુદ્ધિ કરવી ફાવતી નથી.
પર્યાય એ અવસ્થા છે, જે આવે છે અને જાય છે. ન ટકે તે પર્યાય, જે નાટક છે અને જે ટકે છે તે દ્રવ્ય છે.
ઉપયોગ જો શુદ્ધદ્રવ્ય તરફ ઢળી તેમાં ભળે તો તે મોક્ષમાર્ગ અને સંપૂર્ણ ભળી જાય તો તે મોક્ષ.
અ) શેઠ કિંમત કોની કરશે? ચિંધ્યા પ્રમાણે કરાતા કાર્યની કે પછી શેઠની વફાદારીની?
બ) ભગવાન કિંમત કોની કરશે? કરાતી ક્રિયાની કે પછી ભગવાન પ્રતિના ભગવત્ ભાવની ?
નિજાનંદનો નિષ્કર્ષ ૧૨૦