________________
• જેનો મહિમા તેની ચાહના. જેવી ચાહના તેવી ચાલના અને જેવી ચાલના તેવું પરિણમન.
• દેહાધ્યાસ છે ત્યાં સુધી કર્તાપણું છે અને કર્તાપણું છે ત્યાં સુધી સંસાર છે.
૭
જીવને સંસાર પર્યાયષ્ટિથી છે. જીવના સંસારનો અંત દ્રવ્યદૃષ્ટિથી છે. માટે જ જ્ઞાનીનો ભાર શુદ્ધસ્વરૂપ ઉપર છે.
• અધ્યાત્મના માર્ગમાં કરવાનું કાંઈ નથી. પ્રત્યેક પ્રસંગમાં વસ્તુ જેવી છે તેવી યથાતથ સમજવાની છે અને સમજ્યા પછી પ્રસંગને અવસરોચિત વિવેકપૂર્વક સાનુકૂળ બની adjustment કરી ભાવ બગાડ્યા વિના એ પ્રસંગમાંથી પાર ઉતરી જવાનું છે-પસાર થઈ જવાનું છે. આ મોક્ષમાર્ગ છે.
• આ ભવમાં જીવ ગમે તેટલો સારો હોય તેટલા માત્રથી કાંઈ પૂર્વભવના ભૂલની માફી મળી જતી નથી. પૂર્વભવના લેણદેણ-ઋણાનુંબંધ પૂરેપૂરા ચૂકવાઈ ન જાય ત્યાં સુધી મોક્ષ ન થાય.
•
અ) મોક્ષમાર્ગ પરથી નિરપેક્ષ છે અને સ્વથી સાપેક્ષ છે.
બ) જ્ઞાની કહે છે પરથી પર થતો જા-પરથી છૂટતો
૧૧૯ સાધની