________________
.
•
ઓળખ કરી વારંવાર એનું આલંબન લેવું જોઈશે. સંસાર એટલે પર્યાયનો પલટન ભાવ-વિસદશતા જ્યારે મોક્ષ એટલે પર્યાય પલટાય પણ રહે સદેશ. સંખ્યાભેદ ખરો પણ સ્વરૂપભેદ નહિ. એવો ને એવો ખરો પણ એ ને એ જ નહિ.
જીવે પોતાના આત્મઘરને એક ક્ષણ પણ ભૂલવાનું નથી. હકીકતમાં તો આત્મઘરમાં રહેવાનું છે. રહી ન શકો તો ભૂલો તો નહિ જ !
વીતરાગ અને સર્વજ્ઞ સ્વરૂપની પ્રતીતિ કરો અને ખુમારી રાખો. ખુમારી ન રાખશો તો ખુવાર થશો.
વીતરાગ સર્વજ્ઞ પદ એ પરમપદ છે. એની ઉપર એકે ય પદ નથી. ચક્રવર્તી અને ઈન્દ્રની પદવી તો પુદ્દગલની એંઠ છે.
જેને સ્વરૂપની મસ્તી છે એને પદ મળે કે ન મળે; કોઈ ફરક પડતો નથી.
• ગાંજા ચરસના કેફ વાળો પણ દુન્યવી વ્યવહારમાં રાજાને ય જો ન ગણકારતો હોય તો પછી સ્વરૂપની મસ્તીમાં આતમમસ્ત આતમરામ કોની પરવા રાખે!
•
પહેલાં બોધ, પછી શ્રદ્ધા અને ત્યાર પછી પરિણમન એવો આત્મવિકાસનો ક્રમ મોક્ષમાર્ગમાં હોય છે.
નિજાનંદનો નિષ્કર્ષ ૧૧૮