________________
• ક્યાંય કશે કોઈને અડીએ નહિ તો નડિયે નહિ અને દંડાઈએ નહિ.
• જેનાથી અહંકાર અને મમતા જાય તે સાચું સાધન
.
જે ચારે બાજુએ પૈસા વેરી જાણે છે, તેને લોભ સતાવતો નથી. કહેવત છે; જેનો હાથ પોલો તેનો જગ ગોલો (દાસ)
• માન મૂકે તે મહાન, મોહ હણે તે મોહન.
• સ્વભાવથી પોતે પોતાને જોવાનો છે અને નિમિત્તને જાણવાનું છે.
.
પરિણામની શુદ્ધિ એ મોક્ષમાર્ગ છે.
• વિદશપર્યાયધારામાંથી ઉપયોગને સદશપર્યાયધારામાં લઈ જવાનો છે.
•
જેને અધ્રુવમાંથી હું પણું નીકળી જાય, તે જ ધ્રુવમાં હું પણું કરી શકે અને ધ્રુવથી અભેદ થઈ શકે.
આત્માએ આત્મામાંથી આત્મા વડે આત્મધર્મને પામવાનો છે.
• અ) આત્માએ પોતે, પોતાના વડે, પોતામાં પરિણમન કરવાનું છે.
નિજાનંદનો નિષ્કર્ષ ૧૧૬