________________
.
પોતાના આધારે જીવે તે પરમાત્મા. પુદ્ગલના આધારે જીવે તે જીવાત્મા !
• વસ્તુ પોતાના સ્વભાવમાં પરિણમે તે ધર્મ ‘“વત્યુ સહાવો ધમ્મો
• નિત્યને આધારે નિત્યતા અને અનિત્યના આધારે અનિત્યતા.
• કરવામાં અહંકાર જોઈએ અને અહંકાર હોય ત્યાં ‘હું કોણ’ તે જાણી શકાતું નથી.
• સર્વ સંયોગ, પ્રસંગ, પરિસ્થિતિમાં ચિત્તપ્રસન્નતા એ જ સ્થિતપ્રજ્ઞતા.
• નવા ઋણ ઊભા કર્યા વિના જૂના ઋણ ચૂકવતા જઈ ચોપડો ચોખ્ખો કરતાં જાઓ !
• વસ્તુ પ્રત્યેનું વલણ જ વ્યક્તિના વ્યક્તિત્વને અભિવ્યક્ત કરે છે.
• કલ્પિત સુખ સાન્ત હોય છે, જ્યારે નિર્વિકલ્પ સુખ અનંત હોય છે.
.
જેને બધે ફાવશે, બધું ચાલશે, તે બધામાં ભળશે અને સમરસ થઈને રહેશે.
૧૧૫ સાધના