________________
પ્રયોજન કટ-ઓફ કરો તો રાગ વિરાગમાં પરિણમે અને તો વીતરાગ બનાય.
• જ્ઞાતાટષ્ટા બની જીવન જીવાય તો જ સંસારના ઋણ પૂરા થાય.
સંસાર એટલે અજ્ઞાન અને અજ્ઞાન એટલે સંસાર.
• સમગ્ર મોક્ષમાર્ગ જાતને ઓળખીને જાતમાં રહેવામાં છે. જ્ઞાનીને પ્રયોજન વીતરાગતા સાથે છે પણ જગતના પદાર્થો સાથે નથી.
.
આખો ય મોક્ષમાર્ગ જીવના ડહાપણ અને જીવની આત્મજાગૃતિ ઉપર નિર્ભર છે.
જે ભીતરથી જાગ્યો તેને જગતમાં બાંધનાર કોણ છે?
સંકલ્પ વિના કોઈપણ કાર્યની સિદ્ધિ થાય નહિ.
• સંકલ્પ થાય તો વિકલ્પ સુધરે અને તો ભાવધારા સુધરે. • સાધનાની વૃદ્ધિથી શુદ્ધિની વૃદ્ધિ છે અને શુદ્ધિની વૃદ્ધિથી સત્વની વૃદ્ધિ છે.
• અર્થ અને કામને ધર્મથી
નાથવાના છે.
૧૧૧ સાધના