________________
• એક ખોટો વિકલ્પ આત્માને અનંતકાળ સંસારમાં રખડાવી
શકે
છે.
• માનવભવની સાર્થકતા ભેદજ્ઞાન કરવામાં છે.
ભેદથી ચાલતા સંસારમાં ભેદદષ્ટિથી જીવીએ છીએ તેથી ભવોભવ ભેદાઈએ છીએ.
વિકલ્પ ખોટો આવી જાય તે ચાલે પણ ખોટો વિકલ્પ કરાય નહિ.
• પોતે જ્યાં નથી ત્યાં તેની બાદબાકી ન કરે તો તેનું ઠેકાણું ન પડે.
.
•
જેને પોતાના વીતરાગ સ્વભાવમાં વિશ્વાસ નથી, તે પરમાં વિશ્વાસ કરે છે.
જે અરૂપી - અનામી છે તે ગ્રહણ કરતો નથી માટે ત્યાં ત્યાગ નથી.
નિર્વિકલ્પતા એ આત્માનો મોક્ષ છે – ભાવમોક્ષ છે.
કાયાથી મુક્ત થાવ એ આત્માનો મોક્ષ છે - દ્રવ્યમોક્ષ છે.
• સ્વમાં ઠરશો નહિ, પરથી ખસશો નહિ તો ભેદજ્ઞાન થશે નહિ.
૯૯ સાધના