________________
♦ પુણ્યના ઉદયકાળમાં શુદ્ધિ અગત્યની અને મહત્વની છે. વ્યવહારથી જેમ પુણ્યશાળી સાથે રહેવાનું છે તેમ તત્ત્વથી ગુણસંપન્નની સાથે રહેવાનું છે.
દુર્લભતાનું ભાન વ્યર્યને અટકાવે છે.
• વ્યવહારમાં જે મોટો બનશે એ અધ્યાત્મમાં નાનો બની રખડશે.
G
• જ્ઞાની પ્રવૃત્તિ બદલવા કરતાં વૃત્તિ બદલવા ઉપર ભાર મૂકે છે.
મનુષ્યભવ આત્માના સ્વાતંત્ર્યની પ્રાપ્તિ માટે મળેલ છે.
• શાયકની વિચારણાથી બુદ્ધિ સૂક્ષ્મ બને છે અને સંકલ્પ વિકલ્પનું બળ તૂટે છે.
અભિપ્રાયથી મન ઊભું થાય છે અને નોંધથી સંસાર ઊભો થાય છે.
• આત્મા આત્મામાં રહે અને માંગણવૃત્તિ છૂટી જાય તે સાચી ભિક્ષુકતા છે.
.
છયે કારક સ્વમાં પ્રવર્તે તે મોક્ષમાર્ગ છે.
વૈરાગીને દેવલોક એ નજરકેદ છે.
નિજાનંદનો નિષ્કર્ષ ૧૦૪