________________
સત્પુરુષનો સુયોગ થવો એ સદ્ભાગ્યના એંધાણ છે.
• પ્રબળ પુણ્યના ઉદયે જ સત્પુરુષનો
.
સુયોગ થાય.
ગંગાનદીનું ગંગાજળ, પાત્ર જેવું અને જેટલું હશે તેવું અને તેટલું ગંગાજળ આપશે.
• પાત્રતા એટલે ઉપાદાન, ઉપાદાનને ગુણસમૃદ્ધિથી વિકસિત કરી સમૃદ્ધ બનાવવાનું છે.
.
.
મૌલિક તત્ત્વ પકડાતું નથી, તેથી અનુબંધ શુદ્ધ ધર્મ થતો નથી.
ક્ષુદ્રવૃત્તિના નિકાલ માટે સુકૃતની અનુમોદના ગુણને ખૂબ ખૂબ વિકસાવવો જરૂરી છે.
• જગત નથી ફરતું પણ તું ફરે છે. તું અફર અચર થાય તો જગત નિશ્ચલ થાય.
.
રેતીના કણમાં તેલ ન હોય તો પછી રેતીના મણમાં ક્યાંથી તેલ હોય ?
• સાચી પ્રક્રિયા હાથ લાગ્યા પછી મોક્ષ મુશ્કેલ નથી. અનંતગુણોનું એક પરિણમન તે વીતરાગતા.
નિજાનંદનો નિષ્કર્ષ ૧૦૨