________________
છ
•
ખસેડવાનું નથી પણ ખસી જવાનું છે.
રાગનું કારણ જડ નથી પણ રૂપીપણું છે જે રાગ કરાવે છે.
પરમાત્માની શ્રદ્ધા થવી અને પરમાણુની શ્રદ્ધા થવી અત્યંત કઠીન છે.
જીવને નથી સાચી શ્રદ્ધા પરમાત્માની કે નથી સાચી શ્રદ્ધા પરમાણુની.
નયનોની અનિમિષતા અને કાયાની સ્થિરતા એ ધ્યાનના પાયા છે.
• સંસારમાં મોહમાયા છે, તો અધ્યાત્મક્ષેત્રે યોગમાયા છે. • સમજથી જે કાર્ય થાય તે આગ્રહથી નહિ થાય.
• વ્યક્તિ પ્રાપ્ત સંપત્તિ કે પુણ્યોદયથી મહાન નથી પણ ગુણોથી મહાન છે.
• જીવને સજ્જનતા તો ફાવે છે પણ સાત્વિકતા નથી ફાવતી.
• જ્ઞાન સ્વરૂપના બીબામાં ઢળે તો વીતરાગ બને.
રૂપીને છોડો અને અરૂપીને પકડો તો મોક્ષ પામો.
૧૦૭ સાધના