________________
♦ સંતને પ્રતિકાર ન હોય પણ માત્ર સહજ સ્વીકાર હોય. • સમજણના ઘરમાં આવ્યા વિના કર્મોને ખાલી કરી શકાય એમ નથી.
દ્રવ્યપર્યાયાત્મક સંસારમાં કોઈનું કશુંય ચાલતું નથી. કારણકે ધ્રુવ એવા દ્રવ્યને ફેરવી શકાતું
નથી અને ફરનારી એવી પર્યાયને ફરતી રોકી શકાતી નથી.
નિત્યની પ્રાપ્તિ માટે અનિત્યની સામેનું યુદ્ધ એ જ સાધના છે.
• ખાલી છોડો એમ નહિ પણ બહારથી છોડો અને અંદરથી ભૂલો.
• અનિત્યનું વિસ્મરણ તો જ થાય જો નિત્યની પ્રાપ્તિનું લક્ષ સતત સ્મરણમાં રહે.
• છોડવાનું મિથ્યાત્વ, મેળવવાનું સમ્યક્ત્વ અને પામવાનો મોક્ષ.
• જેને દેહ એ ભાડાનું મકાન સમજાય છે તેને પછી સંસારમાં ઉદાસીનતા સહજપણે વર્તાય છે.
• સ્વરૂપના ખલમાં ઉપયોગને ઘૂંટવો તેનું જ નામ સાધના!
નિજાનંદનો નિષ્કર્ષ ૧૦૬