________________
ધર્મી પુણ્યમાં મહાલે નહિ કારણ એ પુણ્યકાળને નજરકેદ ગણે છે.
• જ્યાં જ્યાં વિકલ્પતા ત્યાં ત્યાં દુઃખ અને જ્યાં જ્યાં નિર્વિકલ્પતા ત્યાં ત્યાં સુખ.
• ક્રિયા કરતાં ભાવ ચઢે અને ભાવ કરતાં પરિણતિ ચઢે.
પરમાત્મતત્ત્વની લગન લાગે તો તેના ઉપાય હાથ લાગે એમ છે.
સમ્યક્ત્વ પામવાની ભૂમિકા સ્વરૂપનો તલસાટ છે.
• મોક્ષમાર્ગ ત્યાગથી નથી, પણ પરિત્યાગથી છે. (પરિત્યાગ = ત્યાગની સહજાસહજવર્તના)
.
તારો આત્મા એ જ તારો સ્વજન.
સ્વસત્તામાં રહી પરસત્તાનો નિકાલ કરવાનો છે.
પરસત્તામાં ભળી જનારા નવી પરસત્તા ઊભી કરે છે.
ગુણોની સાથે સંબંધ જોડાવાથી દોષો સાથેનો સંબંધ કપાઈ જાય છે.
તે
• દોષ સામે આત્માનું રક્ષણ કરે તે ગુણ કહેવાય.
• પ્રભુ મહાવીરનું જીવન જાગૃતિ કેળવવા આદર્શરૂપ છે.
૧૦૫ સાધના