________________
.
.
સ્નેહરાગ એ ચીકાશ છે. એને ગુણાનુરાગમાં ખતવવાની ભૂલ નહિ કરવી.
• તત્ત્વરાગ ઉપાદેય છે, સ્નેહરાગ હેય છે.
• દુ:ખ નહિ આપે તે આર્યમાનવ, એ દુર્ગિતિમાં નહિ જાય. • માનવમાંથી મહામાનવ અને અતિમાનવ બનવા માટે માનવભવ મળેલ છે.
• વીતરાગવિજ્ઞાન આત્માનો ઉઘાડ કરવા માટે મળેલ છે.
• દ્રવ્ય પરિપૂર્ણ હોવા છતાં પર્યાયની જે અપરિપૂર્ણતા છે, તે જ સંસાર છે.
સાધનાનું ખૂટતું અંગ જો કોઈ હોય તો તે તત્ત્વનિર્ણય નામનું અંગ છે.
• મોક્ષ દુર્લભ નથી પણ મોક્ષદાતા દુર્લભ છે.
બુદ્ધિ બગડ્યા પછી આ સંસારમાં ગમે એટલી ઊંચી સામગ્રી મળે તો પણ તે વ્યર્થ છે.
• સંસાર એટલે હુંપણા અને મારાપણાનો વિસ્તાર.
.
ઉપયોગ કરવાની છૂટ છે પણ ઉપભોગ કરવાની છૂટ નથી.
૧૦૧ સાધના