________________
.
પર્યાયમાં સર્વજ્ઞતા પ્રગટે એટલું સામર્થ્ય સત્તાએ પડેલું છે.
હું પરમાં કાંઈ કરી શકું એમ નથી, એ વીતરાગતા છે.
• પોતે પોતાના શુદ્ધ સ્વભાવનું અવલંબન લેવું તે મોક્ષમાર્ગ છે.
• મન અને ઈન્દ્રિયના માધ્યમ દ્વારા ઉપયોગને વિષયમાંથી ખેંચી લઈએ તો સ્વભાવ જણાય.
સ્વભાવનું અવલંબન છોડી, બીજાનું અવલંબન લે તે
પરસમય.
• પોતે પોતાનું જે સ્વરૂપ છે તેને જાણે અને પછી શ્રદ્ધા કરે તે સ્વસમય.
જેનું બધામાં જ ઈન્વોલ્વમેન્ટ છે તેને પરમાત્મા અને પોતાના સ્વભાવને ઓળખ્યો નથી.
દેશના સાંભળતી વખતે જેનું જોર સ્વભાવ ઉપર નથી તે શુભાશુભમાં ઢળે.
છૂટે દેહાધ્યાસથી તો મળે મુક્તિ.
• સંસાર ખોટી માન્યતાથી ચાલે છે, અધ્યાત્મ સાચી
માન્યતાથી ચાલે છે.
નિજાનંદનો નિષ્કર્ષ ૯૮