________________
• કારક અંદરમાં પ્રવર્તે તો મોક્ષમાર્ગે ગમન.
.
.
.
.
છ
બીજાની અપેક્ષાથી જીવાય તે સંસાર.
કાર્મણવર્ગણાનો ભંગાર આત્માર્થીને ન જોઈએ.
કર્મના ઉદયનો સહજ સ્વીકાર આત્મા ઉપરથી અનંતકર્મદળ નીકળી રહ્યા છે તેની પ્રતીતિ છે.
પ્રવાહથી સંસાર અનાદિ અનંત છે, પણ ઘટનાથી એટલે કે બનાવથી સાદિ-સાન્ત છે.
સંયોગોથી જૂદા રહેતા આવડે તો મોક્ષમાર્ગ.
જે સર્વજ્ઞને ઓળખતો નથી તે પોતાને ઓળખતો નથી.
જે અંતરમાં ડૂબકી મારે તેને સર્વજ્ઞપણું મળે.
• જેને જગત આખું નિર્દોષ દેખાય અને પોતે દોષિત દેખાય, એ પરમ સજ્જન.
• પરમાં કોઈપણ જાતના ફેરફાર કરવાનો ભાવ ન થાય તે વીતરાગતા છે.
• મન, બુદ્ધિ, દેહ, ઈન્દ્રિય આત્માની બહાર છે.
• સંસાર ભ્રમથી ચાલે છે તેને તોડવાનો છે.
૯૭ સાધના