________________
સ્વરૂપબોધ નય સાપેક્ષ છે. સ્વરૂપ પ્રાપ્તિ નય નિરપેક્ષ છે. વૈરાગ્ય એટલે વીતરાગતાના અંશનું પ્રગટીકરણ અથવા રાગ પ્રત્યેનો વૈરભાવ.
• પદાર્થ ઉપરનું મમત્વ એ નબળાઈ છે, જ્યારે પદાર્થ સાથેનું એકત્વ એ મિથ્યાત્વ છે.
વેદના જે શીખવી શકે તે વેદો નહિ શીખવી શકે !
• અપવાદ આચરણીય છે પરંતુ દર્શનીય, આદરણીય કે અનુકરણીય નથી.
• વાત્સલ્ય વિનાનો વૈરાગ્ય અહંકાર છે.
♦ અંતરાલ આનંદ અંતિમ આનંદથી ક્ષુલ્લક છે.
• જેવો સહપ્રવાસી સાથેનો સંબંધ, તેવો સ્વજનો સાથેનો સંબંધ હોવો જોઈએ.
• ઉપદેશ કરતાં ઉપાય વધુ ઉપયોગી છે.
• દેખાય તે બળવાન નહિ પરંતુ નહિ દેખાય તે બળવાન!
છ
સૃષ્ટિના વિકાસથી જ સમ્યગ્દર્શનાદિ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
૭૭ સાધના