________________
• વલણ આત્મા યા મોક્ષ તરફનું હોય,
ત્યારે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય.
ગુણરૂચિ એ તાત્વિક દૃષ્ટિએ મોક્ષરુચિ છે.
• શરીરની વ્યાકૂળતા એ અશાતાવેદનીય છે. જ્યારે મનની વ્યાકૂળતા એ મોહનીય છે. એ
• સંસાર એ પ્રકૃતિનું સર્જન છે જ્યારે આત્મા સ્વયં પ્રકૃતિથી પર પોતાના પૂર્ણત્વથી પુરુષ છે.
• કર્મના ઉદયના સાગરમાં ન ભળતાં ચૈતન્યના મહાસાગરમાં ઉપયોગને ડૂબાડવાની જરૂર છે.
.
અહંનું ખાલી થઈ જવાપણું છે તેજ શૂન્યતા છે કે જે અવસ્થામાં માત્ર ચેતનનું અસ્તિત્વ છે.
વિકલ્પોને કાઢવા માટે વિકારો કાઢવા અત્યંત જરૂરી છે. • જેને ખરેખર છૂટવું હોય તેણે પરપદાર્થને એક ક્ષણ માટે પોતાનું માનવાની ભૂલ નહિ કરવી.
• પરપદાર્થનો ઉપયોગ કરાય પણ તેને પોતાનો નહિ
મનાય.
• પરપદાર્થને પોતાના માનવા તે જ મિથ્યાત્વ છે.
નિજાનંદનો નિષ્કર્ષ ૭૮