________________
તુ
• સ્વીકારમાં સમાધિ છે જ્યારે પ્રતીકારમાં ઉપાધિ છે.
પુદ્ગલમાં જેને મિઠાશ તેના સંયમમાં કચાશ. જે છોડીએ એનાથી છૂટી જઈએ-એને ભૂલી જઇએ તો તે છોડ્યું સાચું !
• બાહ્ય અસરથી ભિન્ન એવું ભીતરી તત્ત્વ તે સમાધિ !
જગતને બહુ જોયું અને બહુ જાણ્યું. હવે ડાહ્યો થઈ જાતને
જો અને જાતને જાણ !
પરપીડન વિનાનું સ્વનું સ્વમાં પ્રવર્તન તેનું જ નામ સંયમ !
• એક માત્ર માનવબજારમાં જ મળતો મોક્ષ માનવભવ પામી ખરીદી જવા જેવો છે.
• અરિહતમાંથી અરિહન્ત થઈએ તો અહં અર્હમ્ બને, અહંકાર આત્માકાર બને.
ભળે છે તે બળે છે જ્યારે ભાળે છે તે મહાલે છે.
સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ એમ જ્ઞાની કહે છે.
૮૫ સાધના