________________
•
તું જો ખરેખર કર્તા હોય તો પછી
તને અણગમતું કેમ થવા દીધું ?
સત્સંગ, એ ૧૧મું કલ્પવૃક્ષ છે જે જીવને ગમતું નથી; એ જ ૧૧મું આશ્ચર્ય છે.
♦ સંસાર પર્યાયમાં નહિ પણ માન્યતામાં ઊભો થયો છે.
•
.
.
કર્મના ઉદયે આવતા સંયોગોનો વિકલ્પરહિત સહજ સ્વીકાર તે જ મોક્ષપુરુષાર્થ !
આવતી ચીજ માટે હરખ ન કરો, જતી ચીજ માટે આંસુ ન સારો !
હિંમત હારી જાઓ ત્યારે ધર્મગ્રંથનું વાંચન કરો ! મહાપુરુષોનું ચરિત્ર વિચારો !
સ્વપક્ષે સુકૃતના અનુમોદન કરતાં સુકૃતના વિસ્મરણનું મુલ્ય ઊંચુ છે.
• આદર અને બહુમાનની પૃષ્ઠભૂમિ ઉપર સેવાયેલ સત્સંગ ફળદાયી થાય.
• ક્યાં જાવ છો તેની કિંમત નથી પરંતુ શું લઈને જાઓ છો તેની કિંમત છે.
નિજાનંદનો નિષ્કર્ષ ૮૮