________________
.
.
• અ) ‘ભાવિ ભૂલાવે’ એ ઉક્તિ જ ભવિતવ્યતા સૂચક છે. બ) ભુલાવે છે તે જ ભવિતવ્યતા છે !
• ગુણપક્ષ સાચો ત્યારે કે જ્યારે એનો પ્રતિપક્ષ દોષ આત્મામાં ન રહે !
• સ્વીકારની ભૂમિકા ઉપર મોક્ષ છે. કર્તુત્વની ભૂમિકા ઉપર મોક્ષ નથી.
ઉપાદાનમાં નહિ રહેતાં નિમિત્તમાં જ રહેવું એ વિનાશીમાં રહેવાપણું છે.
• શુભ કામમાં જેઓ આગળ વધે છે તેને વધાવવા કુદરત પણ આગળ વધે છે.
• પરમાત્માનું વિસ્મરણ એ ત્રિકાળી ધ્રુવ તત્ત્વની ઘોર આશાતના છે.
પુદ્ગલનું આકર્ષણ એ પરમાત્માનું વિસ્મરણ છે - આ ભયંકર આશાતના છે.
બૌદ્ધિકતાથી ઉપર ઉઠીને હાર્દિક સ્તર ઉપર આત્મા અનુભવાવો જોઈએ.
• દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ – એ ત્રણેનો છેદ કરવો
જોઈએ.
નિજાનંદનો નિષ્કર્ષ ૯૪