________________
.
છે
• જે દ્વારા પુરુષ (આત્મા)નું પ્રયોજન સિદ્ધ થાય તે પુરુષાર્થ !
• માન્યતાની ગુલામી તે જ દૃષ્ટિરાગ.
જે આપણું નથી તેને છોડતાં શીખવું પડશે.
અ) બહાર જતો ઉપયોગ બહિર્વાપી-વિસ્તરીત થઈ બીનઅસરકારક બને છે. એ BROADCAST છે.
બ) અંદર જતો ઉપયોગ ઘનીભૂત બની આત્મકેન્દ્રિત થઈ આનંદઘનરૂપે પરિણમે છે. એ DEEPCAST છે.
• ભાવપ્રાણથી જીવે તે આત્મા જ્યારે દ્રવ્યપ્રાણથી જીવે તે જીવ.
• બરૂના સાંઠા જેવો સંસાર, શેરડીના સાંઠા જેવો લાગી ગયો છે, તે જ ભૂલ છે.
ઉપયોગની કેળવણીથી ઉપયોગનું કૈવલ્ય પરિણમન છે.
• જે દાનાંતરાય તોડવા પ્રયત્નશીલ થતાં નથી તે લાભાંતરાયનો બંધ કરે છે.
• વિવેક અને ઔચિત્ય ધર્મના પાયા છે.
૮૭ સાધના