________________
•
કર્મના ઉદયે ચાલતી ફિલ્મમાં ફિલ્મના પડદાની જેમ જેટલા નિર્લેપ રહો તેટલો આત્મધર્મ.
કર્મનો ઉદય એ પરસત્તા છે એમ તેને જે જાણે છે તે પરસત્તાનો સમભાવે નિકાલ કરી શકે છે.
• આત્માએ પોતે પોતાને અનુશાસન આપી પોતામાં રહેવાનું છે, કારણકે ગામ નહિ ફરે, ગાડું ફરે.
• આત્માનો આત્મા તરીકે જીવનમાં સ્વીકાર નથી થતો ત્યાં સુધી પૈસાનું ગણિત બહુ ગૂંચવે છે.
ચલચિત્ત અવસ્થા એ સંસાર છે.
• અ) ક્ષમા વિનાના બધાં જ ગુણો હોવા એ રત્નવિહોણી ઉઘાડી મંજુષા છે.
બ) બધાંજ ગુણવિશેષણોને બાજુએ રાખી મુનિને ક્ષમાશ્રમણ વિશેષણથી નવાજ્યા છે.
• દિશા બદલાય તો દશા બદલાય.
• યા ત્રાયતે પાપાત્ સા યાત્રા I
• જ્ઞાનીની અપેક્ષાએ તો બે ગાંડગાંડાનું મિલન તેનું નામ લગ્ન અને તેનું જ
નામ સંસાર !
નિજાનંદનો નિષ્કર્ષ ૯૦