________________
• પ્રેમની સંકુચિતતા રાગ છે જ્યારે રાગની વ્યાપકતા પ્રેમ છે. • રાગમાં ક્ષણિક અભેદતાનું સુખ છે તો પ્રેમમાં ત્રિકાળ અભેદતાનું સુખ છે.
૭
હ
રાગાદિની ચીકાશ જડમૂળથી કાઢવા વીતરાગતા સિવાય કોઈ સમર્થ નથી.
• ઉદાસીનભાવ આવે ત્યારે
જ આત્મા ઉપશમભાવને સ્પર્શી શકે છે.
સંસારનો વિવેક સજ્જન બનાવે છે . જ્યારે આધ્યાત્મનો વિવેક દેહાતીત બનાવે છે.
• અજ્ઞાની બધું કર્યા કરે જ્યારે જ્ઞાનીને બધું થયા કરે ! • સમ્યગ્દષ્ટિ જીવ કાયપાતી હોઈ શકે પણ ચિત્તપાતી ન હોય.
વિકલ્પમાં અનુભૂતિનું સ્મરણ હોય જ્યારે નિર્વિકલ્પમાં માત્ર અનુભૂતિ હોય.
• મિથ્યાદષ્ટિને દેશઆરાધક કહ્યો છે જ્યારે સમ્યગ્દષ્ટિને દેશવિરાધક કહ્યો છે.
નિજાનંદનો નિષ્કર્ષ ૮૪