________________
.
અ) મારું માનીને ઉચિત વર્તન નહિ કરીએ તો દુર્ગતિનો માર્ગ છે.
બ) મારું માનીને ઉચિત વર્તન કરીએ તો સતિનો માર્ગ છે.
ક) ઉચિત વર્તન કરીએ પણ મારું ન માનીએ તે પરમગતિનો અર્થાત્ મોક્ષનો માર્ગ છે.
• ક્રિયા છે ત્યાં કંપન છે અને કંપન છે ત્યાં કર્મરચના ને કર્મબંધન છે.
પાણીને ગરમ કરવું કઠિન કે પાણીને ઠંડુ કરવું કઠિન? મહેનત શેમાં ? વિચારો !
• ભૂલ થાય એની માફી હોય પણ ભૂલ કરે તેની માફી ન હોય.
સંસાર આખો આત્માની વિભાવદશા છે.
• સંસાર એ મોહરાજાની રાજધાની છે જેમાં સર્વોપરી અજ્ઞાન છે.
જાણનારો સતત જણાયા કરે તેવી જ સાધના આત્મઘર તરફ વળી શકે છે.
૭૯ સાધના