________________
.
નદી-તળાવનું પાણી તો નિર્મળ છે પણ ઉપરની શેવાળ મેલી છે. એમ આત્મા તો નિર્મળ છે પણ વર્તમાન પર્યાયમાં થતો વિકાર તે મેલ છે.
• જે બીજાની ભૂલને ભૂલે એ ખરેખર ભૂલ કરતો નથી. અને જે બીજાના ગુણને જુએ તે દોષ સેવતો નથી.
ચિંતા કરતાં આવડે છે પણ ચિંતન કરતાં નથી આવડતું. • જગત વાવ સ્વરૂપ છે. જેવો અવાજ કરશો તેવો પડઘો પડશે. સંસાર એ બીજું કાંઈ નહિ પણ પૂર્વભવમાં કરેલા આપણા કંપનના (અવાજના) પડઘા છે.
• કર્મ તો ટપાલી જેવું છે. એ તો ટપાલીની જેમ જ જેની જેની જે જે ટપાલ હોય તે સમયસર પહોંચાડે છે.
• મનુષ્યભવમાં આવીને આત્માએ સાચી સ્વતંત્રતા મેળવવા જબ્બર પુરુષાર્થ કરવાનો છે. કર્મની જંજીરો તોડ્યા વિના મુક્તિ નહિ મળે.
• વર્તમાન સંયોગ અને પરિસ્થિતિ માટે આપણે પોતે જ જવાબદાર છીએ માટે બીજાને દોષ આપવા જેવો નથી.
• ભાવ એટલે ભવન-પરિણમન-ભાવન-થવાપણું- બનવાપણું-ભાવવાપણું.
૬૭ સાધના