________________
.
. આપીને લ્યો અગર તો લઈને આપો એનું નામ વ્યવહાર. હું કોઇને આપતોય નથી અને હું કોઇનું લેતોય નથી !’’ મને કોઈ આપતુંય નથી. હું મારા સ્વરૂપમાં જ રહું છું !''
વ્યવહાર એક એવો બદલો છે કે જેમાં આપણે આપીને લેવાનું છે એટલે તે પાછો આપવા આવે તે ઘડીએ જો પોસાતું હોય તો આપો !
જો હિસાબ હશે તો કુદરતની આગળ આપણું કશું ચાલવાનું નથી. હિસાબ તો ચૂકવવો જ પડશે. દેહ ધર્યો છે એટલે ત્યારથી બધા હિસાબ ચૂકવવા તો પડશે જ ને !!
વૃત્તિઓ પોતાના આતમઘર તરફ પાછી ફરવા માંડે તે સંયમ કહેવાય અને પરપરિણતિ જ ઉત્પન્ન ન થાય તે સંપૂર્ણ સંયમ કહેવાય.
• અનુભવ દશ્યને અદશ્ય કરે છે અને અદૃશ્યને પ્રતીતિમાં લાવે છે.
• ગુરુત્તમ અહંકારથી સંસાર ઊભો થાય છે. લઘુત્તમ અહંકારથી મોક્ષે જવાય છે.
૬૯ સાધના