________________
• જગત નિર્દોષ જ છે એવું જાણશો તો છૂટશો. • આગ્રહ એ જ મોટામાં મોટો વિગ્રહ છે.
• જન્મ-જન્માંતરનો ભીતરમાં ભરેલો માલ વીતરાગ દૃષ્ટિથી ખાલી કરવાનો છે. નિર્જરા સાધવાની છે.
અજ્ઞાનદષ્ટિથી તો ભરેલો માલ ખાલી થોડો થાય છે અને ભરાય છે ઘણો બધો, તેથી ભારે થતાં જવાય છે.
• કરનારા કરતાં કરનારાને જોનારાનું સ્થાન અતિ ઊંચું છે.
.
હિસાબ પતે નહિ ત્યાં સુધી કોઈ કોઈને છોડતું નથી અને હિસાબ પત્યા પછી કોઈ કોઈને માટે ક્ષણભર થોભતું નથી.
• વિનાશી ચીજ મળ્યાનો આનંદ વિનાશી હોય. અવિનાશી ચીજ મળ્યાનો આનંદ અવિનાશી હોય.
.
મોક્ષ માટે કાંઇ કરવાનું નથી પણ જે કર્મનો માલ ભર્યો
છે તેને ખાલી કરવાનો છે. ભાર ઉતારવાનો છે.
• પરને બચાવવા માટે જે આક્રમણ કરાય-વીર્ય ફોરવાય, તેને પરાક્રમ કહેવાય છે.
• પૈસા મળ્યાં એ પુણ્યોદય પણ પૈસા ગમ્યા એ પાપોદય.
નિજાનંદનો નિષ્કર્ષ ૭૦