________________
.
મનનું વલણ હોય જ્યારે ચિત્તની વૃત્તિ હોય.
• સાપને પણ દરમાં પેસતા સીધા થવું પડે છે તેમ જીવે
.
મોક્ષે–સ્વધામમાં જવું હશે તો સીધા-સરળ થવું જોઈશે. નિર્વાણ થતાં મુક્તાત્મા સમશ્રેણિએ ઉર્ધ્વગતિથી સિદ્ધશિલાએ પરમપદે સ્થિત થાય છે.
.
પ્રેમ સ્વરૂપ એ અભેદ સ્વરૂપ છે. પ્રેમ સ્વરૂપ થવા માટે પોતાપણું એટલે કે આપોપું જવું જોઈએ. એ જાય પછી એવી વ્યક્તિનું બધું જ ભગવાન સંભાળી લે છે. પ્રેમ એ વ્યાપક તત્ત્વ છે જે જગત આખાને પોતામાં સમાવી લે છે. વીર પ્રભુના પ્રેમમાં ગૌતમ સમાઇ જાય એમ ગોશાળો પણ સમાઇ જાય. ચંડ કૌશિક પણ સમાઇ જાય અને સૂરેન્દ્ર પણ સમાઇ જાય. જ્ઞાની પ્રેમસ્વરૂપ બનેલા હોય છે. તેથી જ પોતાના શુદ્ધ પ્રેમમાં બધાંયને પીગાળી (ઓગાળી) નાંખે છે. જે કોઈ આવે એને તેઓ પોતાથી ભિન્ન નથી જોતાં.
• આ બધામાં હું જ છું ! આ બધા મારા જ છે! એવી માન્યતા અને વર્તના રહે; જેથી કિંચિત માત્ર કોઈ પ્રત્યે દુર્ભાવ નહિ થાય; તેનું જ નામ શુદ્ધ પ્રેમ !
નિજાનંદનો નિષ્કર્ષ ૬૮