________________
અનુશાસન અનુસારે જીવતા આત્મજ્ઞાનીના વખાણ કરવા જેવા છે.
• સાંભળવા જેવા પૂર્ણજ્ઞાનીના વચન છે.
ક્ષાયિકગુણના સ્વામીને ચરણે ઔયિકભાવની લક્ષ્મી ધરીએ તો તે દેવદ્રવ્ય બને છે, જે આપણામાં દેવત્વભાવની વૃદ્ધિ કરે છે અને તે જ વાસ્તવિક અર્થમાં દેવદ્રવ્યની વૃદ્ધિ છે.
.
સ્વયંના આત્માને તીર્થરૂપ બનાવવો તે ઊંચામાં ઊંચી તીર્થપ્રભાવના છે.
• શાસ્ત્રને વાંચી શાસ્ત્રને નહિ ચોંટવું પણ દેહભાવથી ઉખડવું અને આત્મામાં ચોંટવું-સ્થિત થવું. ન્યાય-નીતિ-પ્રમાણિકતા પૂર્વક ઉપાર્જિત ધનને પણ ભોગવવા સાથે દાન નહિ કરાય તો તે પણ પ્રાયઃ અનંતાનુબંધીના કષાયનો ઉદય છે એમ સમજવું.
જે પર છે એ પર જ રહેનાર છે. એને મારું મારું કરવાથી અનંતકાળે પણ મારું થનાર નથી.
• આજે રેકી, ટચ/સ્પર્શ હીલીંગ, વિપશ્યના, પ્રેક્ષાધ્યાન, આર્ટ ઓફ લીવીંગ, યોગસાધના, પ્રાણાયામ એવું ઘણું ચાલે છે. પણ જ્યાં સુધી ધ્રુવ એવું આત્મતત્ત્વ ઓળખાય
નિજાનંદનો નિષ્કર્ષ ૭૪