________________
..
રાગાદિ પરિણમનની હાનિ છે.
સ્વર્ગ કે નરક ક્યાં જાવ છો તેનું મહત્વ નથી પણ કેવા સંસ્કાર લઈને જાવ છો તેનું માહત્મ્ય છે.
• જે વસ્તુના સાક્ષી છો તે વસ્તુ થઇ ગઈ કહેવાય પણ કરી એમ નહિ કહેવાય.
• આત્મામાં એવી કલ્પ શક્તિ છે કે એ જેવું ચિંતવે છે તેવો થાય છે.
• આત્મા સિવાયનું જે કાંઇ કરો છો તેનું ફળ મૃત્યુ સમયે શું આવશે ? આ વિચાર્યું છે ? વિચારો !!
.
.
અવિનાશીને ખાતર વિનાશીને છોડવાની તૈયારી નથી તો ત્યાં સુધી આત્મા હાથ આવશે નહિ.
ધર્મીને બધું બગડે તે પોષાય પણ ભાવ બગડે અને આત્મામાંથી સૃષ્ટિ-ઉપયોગ ખસે તે ન પોષાય.
અ) કર્મના ઉદયથી લેપાવું-ખરડાવું તે બગાડો છે જે વિકૃતિ છે.
બ) કર્મનો ક્ષયોપશમ કરી આત્માના ક્ષાયોપશમિક ગુણોની ખિલવણી કરવી તે સુધારો છે, જે સંસ્કૃતિ છે.
નિજાનંદનો નિષ્કર્ષ ૭૨