________________
.
I AM NOTHING - હું કંઈ જ નથી એ લઘુત્તમ અહંકાર
છે. I AM SOMETHING
-
હું કંઇક છું એ મધ્યમ
અહંકાર છે. I AM EVERYTHING - હું બધું જ છું. એ ગુરૂત્તમ અહંકાર છે.
પ્રકૃતિનો નિયમ છે કે જે છૂટવાનો કામી છે, તેને બાંધતી નથી અને જેને બંધાવું છે તેને છોડતી નથી.
જન્મી જિનશાસન વિશે મુનિ થયો લખવાર મુનિદશા સમજ્યા વિના હું ભટક્યો બહુવાર. મુનિ થયો, વાચક થયો, સૂરિ થયો બહુવાર, ન થયો
મૂરખ આત્મા, અંતર્મુખ અણગાર.’’
સમભાવ એટલે બંનેને નુકસાન ન થવું જોઈએ. એકને પણ નુકસાન થાય તો સમભાવ ન કહેવાય.
• આત્મા અસ્તિત્વરૂપે તો છે જ પણ વસ્તુત્વરૂપે ઓળખાય તો પરિણમન સાચું થવા માંડે અને અસ્તિત્વ વ્યક્તિત્વરૂપે પાંગરે.
• ક્રિયા ધર્મની પણ રૂચિ સંસારની છે તો મોક્ષ નથી કારણકે રાગાદિ પરિણમન છે.
• ધર્મ ક્રિયા નથી પણ રૂચિ મોક્ષની છે તો ત્યાં મોક્ષમાર્ગ છે કારણકે
૭૧ સાધના