________________
•
બ) જ્ઞાન જ્ઞાતામાં સ્થિર થાય તે સમ્યગ્ ચારિત્ર !
ક) જ્ઞાન જ્ઞાતામાં લય પામી જાય તો તે કેવળજ્ઞાન !
સંસાર ત્યાગ એટલે પરભાવથી વિરમવું અને સ્વભાવમાં રમવું.
બદલવાનું નથી, બદલાવાનું નથી પણ છે એને છતું કરવાનું છે.
• જ્ઞાન ભણવાનું નથી પણ સંસ્કારરૂપે આત્મામાં વાવવાનું છે.
• અ) અજ્ઞાની જીવો ઉપયોગનો દુરુપયોગ કરી સંસારમાં રખડે છે.
બ) જ્ઞાની ઉપયોગનો સદુપયોગ કરી મોક્ષ પામે છે. ક) ઉપયોગને ઉપયોગમાં ઢાળવો તે ઉપયોગનો સદુપયોગ છે.
અ) વિકલ્પ એટલે જ્ઞાનની ક્રમિક અવસ્થા.
બ) જ્ઞાન તેના મૌલિક સ્વરૂપમાં નિર્વિકલ્પ અક્રમિક છે.
૨૧ દર્શન-જ્ઞાન-ચારિત્ર