________________
d
મતિજ્ઞાન જે વિકારી છે, તેને અવિકારી બનાવીએ તો તે જ્ઞાન કેવળજ્ઞાન રૂપે પરિણમે.
• જ્ઞાનમાં જાણનારો જણાય એ મોક્ષમાર્ગ
છે, જ્યારે જગત જણાય એ સંસાર છે.
• સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની વિચારણા એ નિરાલંબન ધ્યાન છે.
ક્ષાયિક ભાવ જેટલો વિશેષ સમજાય તેટલો વિશેષ ક્ષયોપશમ ભાવ તૈયાર થાય.
• વસ્તુસ્વરૂપ જો વિધેયથી ન સમજાતું હોય, તો નિષેધથી તરત સમજાઈ જશે. નિષેધ જ્ઞાત છે. વિધેય અજ્ઞાત છે. જ્ઞાતમાંથી અજ્ઞાતમાં જવાનું છે.
• અધર્મ સમજાઈ જશે, તો ધર્મ સમજાવવો નહિ પડે, અધર્મને કાઢવો એ જ ધર્મ.
• વિચારતૃપ્તિ એ કેવળજ્ઞાન છે અને ઈચ્છાતૃપ્તિ એ પરમાનંદ છે.
બાળક અન્ન નિર્દોષ છે. જ્ઞાની પ્રાજ્ઞ નિર્દોષ છે.
• જ્ઞાનક્રિયા એ જ્ઞાનનું દશ્ય સ્વરૂપ છે.
નિજાનંદનો નિષ્કર્ષ ૨૮