________________
.
આત્માર્થી જેટલું બોલે તેટલું મૌન.
.
૭
• આત્મા સ્વયંભૂ છે એટલે એણે સ્વયં સ્વબળે જ સિદ્ધ થવું પડે.
• આત્મા આત્માને ઓળખી, એમાં સ્થિત થાય તો કર્મ તૂટે.
વિદ્વતા અને વાદ-વિવાદથી આત્મા હાથમાં આવતો નથી.
સંસાર એ પારકું ઘર છે, સિદ્ધશિલા સ્વધામ છે.
• આત્મા જ એક એવું દ્રવ્ય છે જે રાગાદિ રૂપે પરિણમે છે અને તે વીતરાગતાની હિંસા છે.
દ્રવ્ય-ગુણ-પર્યાયથી આત્માની ચિંતવના એ જ મોક્ષમાર્ગ.
• જ્યાં દ્વંદ્વ છે ત્યાં હું (આત્મા) નથી.
બંધ પરિણામ સ્વરૂપે આત્મા પ્રવર્તે તે પર સમય.
• પોતે પોતાને ભૂલી જાય તો કષાયનું વિષચક્ર ચાલુ રહે.
• અવિનાશી આત્મા વિનાશીમાં કઈ રીતે- કેવી રીતે ડૂબે ?
૪૧ આત્મા