________________
ક) ચિત્તવિશુદ્ધિથી આગળ વધીને આવતી આત્મ- લીનતામાં ઉન્મનીભાવરુપ-અમનદશા હોય છે.
ડ) અને તે દશામાં ટકી જવાય તો ક્ષપકશ્રેણી દ્વારા પરમાત્મસ્વરૂપનું પ્રગટીકરણ થાય છે જે મોક્ષ છે!
• આત્માના બધાંય ગુણોનું આત્મા સાથે અભેદ પરિણમન સધાય ત્યારે મોક્ષ પમાય. બધા ગુણોને અભેદપણે સાધવા માટે બધા ઉપર જુદી જુદી દૃષ્ટિ કરીએ તો ભેદ થવાથી અભેદતા સાધી નહિ શકાય. તો શું કરવું? અનંત ગુણોનો અભેદ આધાર જે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે તેને જોવાથી નિર્વિકલ્પતાને પામી શકાશે. ભેદગ્રાહીદષ્ટિ વિકલ્પ સ્વરૂપ છે અને વિકલ્પથી નિર્વિકલ્પને પામી શકાતું નથી.
ત્રણે કાળમાં રત્નત્રયીની અભેદતાથી મોક્ષ છે. ચોથા ગુણઠાણે જ્ઞાન દર્શન છે પણ ચારિત્ર નથી.
છઠ્ઠું ગુણઠાણે જ્ઞાન દર્શનની સાથે ચારિત્ર છે પણ ભેદથી છે. પાંચમે તો ચારિત્ર દેશથી એટલેકે આંશિક જ છે. સાતમા ગુણઠાણે જ્ઞાન દર્શન ચારિત્રની અભેદતા છે પરંતુ હજુ બુદ્ધિપૂર્વકના વિકલ્પો નીકળી ગયા છતાંય અબુદ્ધિપૂર્વકના વિકલ્પની હાજરી છે, તેથી અપૂર્ણતા છે.
નિજાનંદનો નિષ્કર્ષ ૪૮