________________
નામ મોક્ષ અને આત્મદ્રવ્ય શુદ્ધ છતાં કર્મના યોગથી વર્તમાનમાં અશુદ્ધ પર્યાય, તેનું જ નામ સંસાર.
• આજે આપણામાં આપણી અવળી ચાલમાં વિમાનના જેવો વેગ છે અને સવળી ચાલમાં કીડી જેવી મંદ ગતિ છે.
• આનંદ વાટે ઘાટે કે કોઇ હાટે વેચાતો નહિ મળે. આપણામાં રહેલા આપણા જ આનંદનું આપણે સંવર્ધન કરીને આપણે જ આપણા વર્ધમાન થવાનું છે.
• માગશે તેને મળશે, શોધશે તેને જડશે.
• સાધક ધ્રુવને છોડી અધ્રુવ ભણી શું કરવા દોટ મૂકે?
હ
યોગીઓ આત્માને સાજો કરે છે અને આત્મા સાજો થયા પછી શરીર માં રહે ખરું ?
• ચાર પ્રકારના મનુષ્યો....
૧) ઈહલોક છે પણ પરલોક નથી માટે ખાવું પીવું લહેર કરવી એવું માનનારા વિલાસી છે.
૨) ઈહલોક નથી પણ પરલોક છે માટે પરલોકને સુધારનાર જે છે તે યોગી છે.
નિજાનંદનો નિષ્કર્ષ ૫૮