________________
• સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર અને મહાકારણ શરીર એમ ચાર પ્રકારના શરીર છે. સ્થૂલ શરીર તે ઔદારિક કે વૈક્રિય પુદ્દગલનો બનેલ દેહ કે જે બહારમાં દૃશ્યમાન થઈ જે ચેષ્ટા કરે છે તે.
•
.
છ
•
સૂક્ષ્મ શરીર તે નહિ દેખાતું કાર્મણ શરીર છે.
કારણ શરીર રાગ અને દ્વેષ છે.
મહાકારણ શરીર અજ્ઞાન છે કારણકે રાગ-દ્વેષ આત્માના અજ્ઞાનના આધારે ટકે છે.
આકાશની બહાર જેમ આપણે નથી તેમ પરમાત્માના જ્ઞાનની બહાર આપણે નથી.
ફાટી ગયું છે તે વિનાશીભાવ છે. મેલું થયું છે તે વિકારીભાવ-અશુદ્ધિ છે.
જ્યાં ગમો ત્યાં મરો ! જ્યાં અણગમો ત્યાં ભડકો !
ચૂક્યા ત્યાં પડયા ! સાવધ તે સાધક !
• સાધના કરવી હોય તેણે અંતરંગ દુનિયામાં પ્રવેશ કરવો જોઈએ. બહારમાં તો જીવદયા, જયણા અને બ્રહ્મચર્યની નવવાડની પાલના સચવાય છે કે નહિ તેટલું જ જોવાનું
હોય.
નિજાનંદનો નિષ્કર્ષ ૫૬