________________
d
સંસારનું ઘર કષાયભાવ. આત્માનું ઘર ઉપશમભાવ.
આત્માનું માહત્મ્ય સમજાય તો જ પુરુષાર્થનો ખ્યાલ આવે અને પુરુષાર્થ થાય.
અધિષ્ઠિત આત્માનું પર્યાયમાં પ્રતિષ્ઠિત થવું તે અધ્યાત્મ છે.
• નિગોદની ગતિ અને મોક્ષની ગતિ સામસામી છે. એક નિકૃષ્ટ ચૈતન્યાવસ્થા છે તો બીજી સામે પારની ઉત્કૃષ્ટ ચૈતન્યાવસ્થા છે.
• આત્મા આત્માને ઓળખે, ત્યારે આત્મા આત્માના ઘરમાં રહે.
• આત્મા સ્વગુણને પરણવાને બદલે પુદ્ગલને પરણ્યો, એ રાજકુંવરી ઢેડને પરણ્યા જેવું થયું છે.
જે સદા ચેતતો રહે. ચૈતન્ય (આત્મ) ભાવમાં રહે અને જડ (અનાત્મ) ભાવમાં-પુદ્દગલભાવમાં જતાં અટકાવે તે ચેતન.
• આત્માને એના મૌલિક સ્વરૂપમાં Doing-કરવાપણું- થવાપણું નથી પણ Being-હોવાપણું જ છે તેથી તેને અસ્તિકાય કહેલ છે.
૩૭ આત્મા