________________
.
.
માનતો નથી. કદાચ આદરતો દેખાતો હોય તો તે ગતાનુગતિક હોય છે.
પૂર્ણજ્ઞાનમાંથી પૂર્ણાનંદ ઝરે છે. જ્યારે અપૂર્ણજ્ઞાનમાંથી સુખ-દુઃખ વહે છે.
શુદ્ધ ઉપયોગમાં વાસના, વૃત્તિ, વિચાર નથી.
યોગ વિનાનો ઉપયોગ હોઈ શકે છે પણ ઉપયોગ વિનાનો યોગ હોઈ શકે નહિ.
• પરમાત્મા દીપક છે પણ કારક નથી. જાણનાર છે પણ કરનાર નથી.
.
અ) બુદ્ધિમાં ઉતરી બુદ્ધિગમ્ય બને તે જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ છે.
બ) હૃદય સોંસરવું ઉતરી જઇ હૃદયંગમ બને તે મોહનીયનો ક્ષયોપશમ છે.
• જ્ઞાનક્રિયા એટલે સ્વરૂપક્રિયા અર્થાત્ ઉપયોગક્રિયા, જે અત્યંતર છે.
• સ્વની ઓળખાણ એ (આત્મ) જ્ઞાન અને સ્વથી સંધાણ તે (આત્મ) ધ્યાન.
• જ્ઞાનીએ શું નથી મેળવ્યું ! અજ્ઞાનીએ શું નથી ખોયું!
૩૩ દર્શન-જ્ઞાન-ચારિત્ર