________________
G
d
બ) આત્મજ્ઞાન પશ્ચાતની આત્મસમાધિની સ્થિતપ્રજ્ઞતા એ સાધનાકાળની સમસ્થિતિ છે. જ્યારે વીતરાગતાકાલીન સમસ્થિતિ એ સમરૂપતા છે, જે સાધ્યકાલીન સમસ્થિતિ છે.
♦ દશ્ય પદાર્થની સાથે ઉપયોગનું બંધાવાપણું, ચોંટવાપણું તે જ વિકલ્પ.
સ્વરૂપથી અચ્યુત એવું સ્વરૂપજ્ઞાન પોતાના સ્વરૂપથી ચૂત થઈ છદ્મસ્થજ્ઞાન થઈ ગયું છે.
• જ્ઞાન, શેયના જ્ઞાનથી મહાન નથી પણ જ્ઞાતાના જ્ઞાનથી મહાન છે.
• જ્ઞાન ગુણ છે તેથી ઈષ્ટ-અનિષ્ટના ભાવ થાય છે એવું નથી પણ જ્ઞાનની વિકૃતિ ઈષ્ટાનિષ્ટના ભાવ કરાવે છે.
હું જ શેય, હું જ જ્ઞાન અને હું જ જ્ઞાતા આવું અભેદ પરિણમન સમકિત લાવશે.
આત્માનું જ્ઞાન છે પણ આત્મજ્ઞાન નથી. શાસ્ત્રજ્ઞાન છે પણ સ્વાનુભૂતિ નથી.
કેવળજ્ઞાનમાં સર્વ વસ્તુ જણાય જતી હોય છે અને મતિજ્ઞાનમાં સર્વ વસ્તુને જાણવા જવું પડતું હોય છે.
૩૧ દર્શન-જ્ઞાન-ચારિત્ર